あらすじ
ભણતરના પીંજરામાં અને અણગમતાં જીવનની જેલમાં કેદ થઈ ગયેલો એક કૉલેજિયન છોકરો. ઝનૂની, બળવાખોર, બેફીકર, અને પોતાની છાતીમાં હજાર સૂરજની આગ લઈને જીવતો એ ભોળો છોકરો. એને ગમતું કામ ખબર નથી. જે કામ કરે છે એ ગમતું નથી! એને જીવવું કેમ એ ખબર નથી. જે જીવે છે એ ગમતું નથી! પોતાનાં અંતરમનના યુદ્ધથી થાકીને પોતાની જિંદગીને જડમૂળથી બદલવાં એક દિવસ આ યુવાન નીકળી પડ્યો! યાંત્રિક જિંદગીથી દૂર. સમાજથી દૂર. મા-બાપથી દૂર. પ્રસ્તુત છે જીતેશ દોંગા લિખિત એકવીસમી સદીના બુદ્ધની સફર! આ ધરતી પર મારે કેમ જીવવું એવો સવાલ લઈને નીકળેલાં એક ભોળા ભટકેલા યુવાનીની આત્મખોજ. સત્યની શોધમાં પોતાના સવાલોનો થેલો ભરીને નીકળેલી હૃદયને હચમચાવી દેતી એક ભવ્ય જિંદગી. એક પ્રેરણાત્મક પ્રયોગશાળા— નોર્થપોલ *** ગુજરાતી મૉર્ડન સાહિત્યમાં આ એ નવલકથા છે જેણે ગુજરાતી યુવાવર્ગને અંગ્રેજી સાથે ગુજરાતી નવલકથાઓ વાંચતો કર્યો છે. — પ્રકાશક